મળી હોય જ્યાં બધી સુવિધા,
જોવા મળશે ત્યાં અસંતોષ ને વધુ કેમ મેળવવુંની દ્વિધા!!
નિશિતા પંડ્યા

फासला

 

 

बदलते हुए वक़्त, मौसम, और हवा का रुख,
फ़िज़ा में फैली सफर की थकान ,घनी धुप !

जिस रफ़्तार से जिंदगी गुजर रही है आज,
ढूंढते है, माँ के हाथो से बनी रोटी की भूख !

भागते भागते पहुंच गए ऐसे मुकाम पर की,
अपनों से फासला और जी को ना चैन या सुख !

निशिता पंड्या

पक्के इरादे

 

पक्के इरादे

चले थे ढूंढने खुशियाँ
गड़े थे राह में गम
हटा ना पाये उसे क्यूंकि
पत्थर से थे वो
ना मोम की तरह नर्म
जोड़ गए एक दर्द भरा रिश्ता
साथ में
आँखोंमें खारा पानी
है जिन्दा फिर भी यारो
हार कभी नहीं मानी

निशिता पंड्या

એક્સાઈટમેન્ટ

ક્યારેક ક્યારેક થાય છે,

ક્યાં અનુમાન સાચું છે,આ ધોળી ચામડી માટેનું !
દિલમાં ભરી છે લાગણી ને કોડિયું કાચી માટીનું !

જીવનમાં પ્રસંગો તો ઘણા બને છે….પણ કેટલાક પ્રસંગો દિલને અડીને નથી રહી જતા દિલ ની આરપાર ઉતરી જાય છે….
આપણો ભારત દેશ એટલે સંસ્કારોથી ભરપૂર સંપૂર્ણ…… કહેવાયું છે કે પશ્ચિમની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ સાથે ક્યારેય મનમેળ ના કરી શકે….
શું આ સો ટકા સત્ય છે? એક પ્રસંગે મનને અને દિલને બરાબર ઝંઝોળીને મૂકી દીધું

પાનખરની ઋતુમાં ઘરની બહાર અહિયાં વિશાળ મેપલના વૃક્ષો જેના પર્ણ ખરવાનું શરુ થાય એટલે એ પર્ણોને સ્પેશિઅલ કાગળની કોથળીઓમાં મોટા ઝાડુથી કે એના માટેના બ્લોઅરથી ભરવા પડે અને અહિયાં એ પ્રોગ્રામ એવરી અધર વિકેન્ડનો ફિક્ષ આજે પણ એક એવી જ સવાર…
અમે પતિ પત્ની સાથે જ કામ કરતા હતા…..ને એ મુજબ અમારા પાડોશી પણ….સામાન્ય રીતે કહેવાય છે કે જો પાડોશીની એકબીજાની મરજી હોય તો જ તે બોલાવે પણ અમારા કિસ્સામાં કૈંક અલગ વાતાવરણ જ હતું અહિયાં રહેવા આવ્યાને હજી એક વર્ષ થયું તું પણ 19 વર્ષથી અહિયાં જ રહેતા અમારા પાડોશી લેરી અને લીન્ડા એ અમારું સ્વાગત પણ રહેવા આવ્યા ત્યારે પોતાના હાથે બનાવેલી હોમમેડ કેકથી કરેલું એ બરાબર યાદ છે! અને પછી તો અવાર નવાર મળતા પણ હતા..અને હજી મળીયે જ છીએ.. ક્યારેય એકબીજાના ઘરે જતા તો ફોન કરવાની જરૂર પણ નથી લાગી! એ કેનેડીયન હોવા છતાં પણ વાટકી વ્યવહાર આપણાં ગુજરાતીની જેમ જ છે અમારી વચ્ચે એ મારા હાથના દાળવડા પણ ખાય ને ઈડલી, ઢોશાં,ભાજી પાઉં પણ ને અમે એના બનાવેલા જાતજાતના એગ લેસ કુકીસ અને કેક અને બ્રાઉની તથા પીનટ બેરલ (આપણી સિંગની ચીકી) એ લોકોમાં પણ આપણા જેવો જ રિવાજ કે કોઈના ત્યાંથી વાટકી(વાસણ) આવે તો એ ખાલી ના અપાય જો કઈ ના હોય તો ચપટીક ગોળ કે ખાંડ મૂકી ને આપવી એ જયારે પહેલીવાર મારા ઇડલી સંભાર ના વાસણ આપવા આવી ત્યારે એને કીધેલુ આજે બહુ દિવસે મુલાકાત થઇ એટલે વાતો નો ખજાનો ખૂટતો નહોતો, હવે તો આપણી દિવાળીની જેમ એમના પણ તહેવારોની સિઝન શરુ થશે એ ટોપિક પર ચર્ચા આગળ વધી હેલોવીન , થેન્ક્સ ગીવીંગ અને પછી ક્રિસમસ અને સાથે સાથે એના મહેમાનોનું લીસ્ટ ગણાવ્યું …એના બે મેરીડ દીકરા એની બે પુત્રવધુ અને એમના બંનેપુત્રવધુ ના મોમ અને ડેડ પ્લસ લેરીના મોમ અને ડેડ અને લીન્ડાની મધર 13 પીપલ ઓલ ટુ ગેધર રહીશું ને ખુબ એન્જોય કરીશું આ થેન્ક્સ ગીવીંગ પર એટલું કહેતા કહેતા તો એ એટલી ગળગળી થઇ ગઈ કે એની લાગણી એની આંખોમાં ઉભરાઈ આવી ..! જયારે ના ફાવે તો તરત ના પડતા અચકાતા નથી .ત્યારે એક જ વિચાર આવ્યો આ લોકો કેટલા ચોખ્ખા હોય છે દિલના જયારે મળે ત્યારે ખુબ જ ભાવવિભોર થઇ મળે ચહેરા પર મહોરું લઇ નથી ફરતા અને સંસ્કારી કહેવાતા આપણે હું પણ આવી ગઈ એમાં શું એક સ્ટાન્ડર્ડ ધરાવીએ છીએ??????????????????????

નિશિતા પંડ્યા

 

पक्के इरादे

चले थे ढूंढने खुशियाँ
गड़े थे राह में गम
हटा ना पाये उसे क्यूंकि
पत्थर से थे वो
ना मोम की तरह नर्म
जोड़ गए एक दर्द भरा रिश्ता
साथ में
आँखोंमें खारा पानी
है जिन्दा फिर भी यारो
हार कभी नहीं मानी

निशिता पंड्या

મનનો માણીગર

હા એ મને ખુબ ગમતો
ગુસ્તાખ આંખોમાં રમતો
વરસે ત્યારે અનરાધાર
વાદળી સાટું તરસતો
જોઈ મન ભીંજાતું
ઘનઘોર નભ મહી
વાદળ થઇ ગરજતો
એના વહેતા નીર ને સ્પર્શતા
તૃપ્તતાનો સંચાર ને ચોમેર
આનંદની ચરમસીમા સમું
સ્વર્ગનું સુખ !
નિશિતા પંડ્યા

લાચાર વડ,
ભાગોળે જોતું ઉભું,
વળાવે પુત્રી.
નિશિતા પંડ્યા

 

અવગણના,
ફૂલો થકી નિહાળી,
ઉદાસ માળી.
નિશિતા પંડ્યા

અસલી દિવાળી

આ વખતની દિવાળીના તહેવારને ચાર ચાંદ લાગી ગયા!.. 12 વર્ષથી પત્ની વિનાના ખાલી સૂના ઘરમાં તહેવાર પર થોડીવાર માટે પરણાવેલી એક દીકરી અને એનો પરિવાર આવી થોડો આનંદ કિલ્લોલ મૂકી જતા અને બીજી દીકરી તો દુર પરદેશ જઈ વસેલી જે દેશ આવે ત્યારે જ એક પિતા માટે દિવાળી !! પણ આ દિવાળીએ તો 75 વર્ષના આ ભાઈને ત્યાં બે દસકા બાદ આ ભાઈથી પાચ વર્ષ મોટી એવી વિધવાબેન એની વિધવા દીકરી અને 24 વર્ષના યુવાનપૌત્રની જવાબદારીને હળવી કરી અઠવાડિયા માટે ભાઈના ઘરે રહેવા આવવાની છે અને સાથે સાથે નાની બેન જે ક્યારેક ક્યારેક વર્ષમાં બે ચાર વાર ભાઈના ઘરે આવતી જતી રહેતી હતી એ પણ આવવાની , આ દિવાળી બમણો આનંદ એકલવાયા જીવન ને થોડા દિવસ હર્યું ભર્યું રાખશું।.. બંને બહેનો સાથે આ એક અઠવાડિયું જુના દિવસો તાજા કરશું! બાના મીઠા સંભારણા, એના હાથના મીઠા પકવાન બાળપણની દરેક ખાટી મીઠી કડીઓ।..ભાઈબીજનો તહેવાર પણ સાથે માણશું !નાની મોટી બંને બહેનોના હેતભર્યા હાથના સ્પર્શના વિચારમાત્રથી એક ભાઈ એકલતામાં જીવનાર એક પિતા દુર વસેલી પુત્રીને આ વાત કહેતા કહેતા અટક્યા અને બંને તરફ એક હીબકાનો અવાજ અને બે મિનીટ માટે સન્નાટો…
નિશિતા પંડ્યા

એ દિશાની લહેરખી છે,
એ કારણથી એ સુખી છે.

જીંદગી ઘણી જ ટૂંકી છે,
અધ્ધર શું કામ મૂકી છે?

કિસ્મત હથેળીમાં તૂટી છે,
જે વિધિની આંટીઘૂંટી છે.

મળી જે અલ્પ ખુશી,
જાતને વેચી લુંટી છે.

નિશિતા પંડ્યા